શ્રી બાબુભાઈ બોઘરા

પ્રમુખશ્રી

                   એલ.એચ.બોઘરા (શિશુવિહાર) શાળાએ પોતાની શિક્ષણયાત્રાના ૨૫ વર્ષ પૂરા કર્યા. બીજમાંથી વટવૃક્ષ બનેલી અમારી શાળાનો મૂળમંત્ર છે, કે “દેશને સુસંસ્કૃત અને સંસ્કારી નાગરિક અર્પણ કરીએ” શૈક્ષણિક જગતમાં પરિવર્તન સતત આવતું જ રહે છે, અને  આ પરિવર્તન સાથે તાલમેલ મેળવી વિદ્યાર્થી સમાજમાં વધુ આત્મવિશ્વાસ સાથે ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી શકે તે માટે અસરકારક પ્રયત્નો સંસ્થા દ્વારા થઇ રહ્યા છે. અદ્યતન  કોમ્પ્યુટર લેબ, ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ, ઇન્ટર-એક્ટીવ બોર્ડથી સજ્જ વર્ગખંડો અને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ પૂરીપાડી પ્રવર્તમાન  સમય સાથે કદમ મિલાવી રહ્યા છીએ. શિક્ષણની સાથે – સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને રમત – ગમતના ક્ષેત્રમાં પણ શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહે છે. આ ૨૫ વર્ષમાં શાળામાંથી અભ્યાસ કરીને ગયેલા ઘણાં વિદ્યાર્થીઓ ડૉક્ટર, એન્જીનીયર, વકીલ કે બિઝનેસમેન બન્યા છે, તો ઘણાં વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચપદ પર બિરાજમાન થઇ શાળા અને સમાજનું ગૌરવ વધાર્યુ છે. શાળાના હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકો અને વાલી બધાં એક સાથે મળીને સાંપ્રત સમયની માંગ પ્રમાણે ગુણવત્તા સભર શિક્ષણની સાથે-સાથે સંસ્કારોનું સિંચન કરી એવા વિદ્યાર્થી તૈયાર કરવા જે પોતાના કુટુંબની સાથે સાથે દેશનું ગૌરવ વધારે એ અમારો મૂળ હેતુ છે.

          શાળાની “રજત જયંતિ” નિમિત્તે અમારી આ ૨૫ વર્ષની શિક્ષણયાત્રામાં જેમણે સહકાર આપી અમારા પ્રયત્નોની ફોરમ ફેલાવી છે તેવા દરેક વાલીમિત્રોનો આભાર અને સદાય સાથ-સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સહ.